સુરતના પાંડેસરા વિસ્તારમાં દર્શન ઈન્ડસ્ટ્રી ખાતે કારીગરનુ મોત
પરિવારજનો દ્વારા કારખાનેદાર સામે આક્ષેપો કરાયા
વિજયકુમાર બિન્દનુ મોત નિપજતા પરિવારજનોમાં શોક
સુરતના પાંડેસરા વિસ્તારમાં દર્શન ઈન્ડસ્ટ્રી ખાતે ભર તડકે બીમ ચઢાવવાનુ કામ કરનાર કારીગરનુ મોત નિપજતા પરિવારજનો દ્વારા કારખાનેદાર સામે આક્ષેપો કરાયા હતાં.
સુરતમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે ત્યારે લોકોના ગરમીથી મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે તો સુરતના પાંડેસરામાં આવેલ દર્શન ઈન્ડસ્ટ્રીમાં ડિજિટલ પ્રિન્ટિંગનુ કામ કરતા 32 વર્ષિય વિજયકુમાર બિન્દની ભર તડકામાં બીમ ચઢાવવાનુ કામ કરતી વેળાએ તબીયત બગડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર કરાતા વિજયના હાર્ટ પલ્સ ઓછા આવતા પરિવારને જાણ કરાઈ હતી જો કે પરિવાર પહોંચે તે પહેલા જ વિજયકુમાર બિન્દનુ મોત નિપજતા પરિવારજનો દ્વારા વિજયકુમારના મોતને લઈ કારખાનેદાર સામે આક્ષેપો કરી તેના પરિવારને સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

