અધિક માસમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ..
સમસ્ત અઠવાગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથા
પવિત્ર અધિક માસ નિમિત્તે સમસ્ત અઠવાગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથા તથા દ્વાદશ જ્યોતિર્લિંગ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન શિવની મહિમાનું ગાન કરવામાં આવશે અને ભક્તોને શિવ મહાપુરાણ કથા દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થશે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન દ્વાદશ જ્યોતિર્લિંગોના વિશેષ રુદ્રાભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવશે અને ભગવાન ભોળેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ આયોજન દ્વારા સનાતન સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવશે. ભક્તિમય વાતાવરણ વચ્ચે ધર્મ, ભક્તિ અને સેવાનો સંદેશ જન-જન સુધી પહોંચશે.

