Site icon hindtv.in

સુરતમાં 13મા માળેથી નીચે પટકાતા મહિલા-પુત્રનું મોત

સુરતમાં 13મા માળેથી નીચે પટકાતા મહિલા-પુત્રનું મોત
Spread the love

સુરતમાં 13મા માળેથી નીચે પટકાતા મહિલા-પુત્રનું મોત
બન્ને બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીક જ પડ્યા હતાં
માતા-પુત્રના મોત સમયના સીસીટીવી આવ્યા સામે
પહેલાં બાળક નીચે પડ્યા બાદ મહિલા નીચે પટકાઈ
આપઘાત કે અકસ્માત તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

સુરતના અલથાણના ભીમરાડ ખાતે હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા કારખાનેદારની પત્નિ ત્રણ વર્ષના બાળક સાથે 13મા માળેથી પટકાતા મોત નિપજ્યુ હતુ જેને લઈ આપઘાત કે અકસ્માત તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ભીમરાડમાં 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી મહિલા નીચે પટકાતા મોત નિપજ્યુ હતું. તો પટકાયેલા માતા-પુત્ર બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીક જ પડ્યા હતાં. મહેસાણાના વતની અને ભીમરાડ ખાતે માર્તન્ડ હિલ્સમાં રહેતા લુમ્સ કારખાનેદાર વિલેષ પટેલની 30 વર્ષિય પત્નિ પુજા અને ત્રણ વર્ષિય પુત્ર ક્રિશિવ 13મા માળેથી પટકાતા મોત ને ભેટ્યા હતાં. તો આ અંગે મહિલાના સંબધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યની સાથે ન્યાયની માંગ કરી છે. તો મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂપ બહાર હોબાળો મચ્યો હતો. જેમાં પુત્ર 13માં માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવવાનો પ્રયાસ કરતા બંને નીચે પટકાતા હોવાનો સસરા પક્ષએ દાવો કર્યો હતો. અને માતા તથા પુત્રને ગંભીરી ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનુ કહ્યુ હતું. તો એવુ કહેવાય છે કે મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને તેમના બિલ્ડિંગના સી વિંગમાં 13માં માળે ડ્રેસ સિવડાવવા માટે ગયા હતા. ત્યારે 13માં માળેથી પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈક કારણસર નીચે પટકાયા કે આપઘાત કર્યુ તે અંગે હાલ અલથાણ પોલીસ તપાસ શરૂ કરી છે.

Exit mobile version