Site icon hindtv.in

સોનગઢ કિલ્લા પરથી ફરી એકવાર મહિલાની લાશ મળી

સોનગઢ કિલ્લા પરથી ફરી એકવાર મહિલાની લાશ મળી
Spread the love

સોનગઢ કિલ્લા પરથી ફરી એકવાર મહિલાની લાશ મળી
ત્રણ મહિનામાં કિલ્લા પરથી બીજી વખત લાશ મળતા ચકચાર
કિલ્લા નજીકથી ત્રીજી વખત લાશ મળ્યાની માહિતી
મૃતક મહિલા સંગુબેન હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું

સોનગઢ કિલ્લા પરથી ફરી એકવાર મહિલાની લાશ મળી આવી. ત્રણ મહિનાની અંદર કિલ્લા પરથી બીજી વાર અને કિલ્લા નજીકથી ત્રીજી વાર લાશ મળી આવતા નગરમાં ચકચાર.

મૃતક મહિલા નું નામ સંગુ બેન હોવાની અને તે દેવજીપુરા સોનગઢની રહેવાસી હોવાની અને તેના નાના નાના બાળકો હોવાની સૂત્ર પાસેથી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. લાશ બે થી ત્રણ દિવસ જૂની હોવાની શક્યતા વર્તાઈ રહી છે કારણકે લાશ ની નજીક જતા ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી તેના પરથી આ શક્યતા વધુ પ્રબળ બની રહી છે. અગાઉ પણ કિલ્લા નજીકથી પીપડ ફળિયાની મહિલાની હત્યા કરેલ લાશ મળી આવી હતી ત્યારબાદ કિલ્લા પરથી એક વ્યક્તિની ફાંસી ખાધેલ હાલતમાં લાશ મળી હતી અને ત્યારબાદ આ સિલસિલો આગળ વધતા આજે ફરીવાર એક મહિલાની લાશ મળી આવી છે. મહિલા આત્મહત્યા કરી કે એની હત્યા કરવામાં આવી હાલ આ મુદ્દો સોનગઢ નગરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સોનગઢ પોલીસ દ્વારા લાસનું પીએમ કરાવી સઘન તપાસ કરી મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર લાવવામાં આવશે એવી લોકો આશા રાખી રહ્યા છે.

Exit mobile version