Site icon hindtv.in

ભાવનગરમાં જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી

ભાવનગરમાં જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી
Spread the love

ભાવનગરમાં જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી
મોટર સાઇકલ સવારે પરિણીતાનો નંબર માંગતા છેડતી
ઇનકાર કરતા હાથ પકડીને કરી છેડતી કરી બિભત્સ ઇશારા કર્યા

ભાવનગર શહેરના જેલ રોડ વિસ્તારમાં એક પરિણીતા જ્યારે રાત્રિના સમયે ચાલવા માટે નીકળી હતી, ત્યારે એક મવાલી ઈસમે તેનું બાઈક પર પીછો કરી, બિભત્સ ઈશારા કરી અને હાથ પકડીને છેડતી કરતા પરિણીતાએ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી,

આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આકાશદીપ કોમ્પ્લેક્ષમાં રહેતી 25 વર્ષીય ખુશાલી ગરણીયા ગત તા.28 જૂનની રાત્રે નવેક વાગ્યાના સુમારે એકલી જેલ રોડ પર ચાલવા નીકળ્યા હતા, સવા નવેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ડોક્ટર કેફે સામેથી એક બાઈક ચાલક તેમનો પીછો કરવા લાગ્યો હતો, ઈસમે એ બીમ્સ હોસ્પિટલ પાસે બાઈક ઊભું રાખી યુવતી સામે જોઈને બિભત્સ ઈશારા કર્યા હતા, ત્યારબાદ ભાજપ કાર્યાલય પાસે આરોપીએ બાઈક યુવતીની નજીક લાવી હોર્ન વગાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને યુવતી પાસે મોબાઈલ નંબરની માંગણી કરી હતી, યુવતીએ વિરોધ કરતા ઈસમે એ તેનો હાથ પકડી લીધો હતો, જ્યારે યુવતીએ પોલીસ બોલાવવાની ચીમકી આપી, ત્યારે ઈસમેએ તેની સાથે ઝપાઝપી કરી ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ તાત્કાલિક પોતાના પતિ નીરવ ગરણીયાને જાણ કરી હતી, બાદમાં પતિએ પોતાની રીતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ શખ્સનું નામ શિવમ ગૌરસ્વામી છે અને તે કાળીયાબીડ વિસ્તારમાં રહે છે આ આરોપીએ GJ-04-AS-0233 નંબરની સ્પ્લેન્ડર મોટરસાઈકલનો ઉપયોગ કર્યો હતો યુવતીના પરિવાર દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ ચલાવી રહી છે.

Exit mobile version