Site icon hindtv.in

એજન્ટ મારફતે બેલારૂસ ગયેલી નવસારીની મહિલા ફસાઈ

એજન્ટ મારફતે બેલારૂસ ગયેલી નવસારીની મહિલા ફસાઈ
Spread the love

એજન્ટ મારફતે બેલારૂસ ગયેલી નવસારીની મહિલા ફસાઈ
આખરે સુરત એરપોર્ટ પર મહિલા પરત ફરી
ભારત પરત ફરીને ખૂબ જ ખુશી થઈ

એજન્ટ મારફતે બેલારૂસ ગયેલી મહિલાને એજન્ટે ફસાવી દીધી હતી જો કે આખરે તે સુરત એરપોર્ટ પર પરત ફરતા આપવિતી કહી હતી.

બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત એરપોર્ટ પર પહોંચતા જ આપવીતી જણાવી હતી. મહિલાએ કહ્યુ હતુ કે એજન્ટના કારણે બેલારુસમાં ફસાઈ હતી. સ્ટ્રોબેરી પેકિંગમાં 50 થી 60 હજાર પગારનું કહી મોકલી હતી અને બેલારૂસમાં જઈ તબેલામાં કામ કરાવવામાં આવ્યું હતું. અને રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી. ભારત પરત ફરીને ખૂબ જ ખુશી થઈ છે. પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું. તો એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં. એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું જોઈએ. બેલારુસ સરકારમાં રજૂઆત કરતા તેમાંથી પણ કોઈ ખાસ મદદ મળી ન હતી. ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટએ ખોટું કર્યું છે.

Exit mobile version