સુરતના સચીનમાં વકફ ટ્રસ્ટના નાણાકીય કૌભાંડનો મામલો
સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના લાખો રૂપિયાની ઉચાપતનો આક્ષેપ
વકફ બોર્ડના લાખો રૂપિયાની ઉચાપત કરનાર આરોપી ઝડપાયો
સચીન પોલીસ મથકની હદમાં આવેલ સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટના વકફ બોર્ડના લાખો રૂપિયાની ઉચાપત કરનાર આરોપીને સચીન પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુન્ની જમાત કપલેથા ટ્રસ્ટની કુલ 35,48,998ની રકમની ઉચાપતના ગુનામાં પોલીસે એક આરોપી સરફરાઝ અહમદ પંચાતીની ધરપકડ કરી છે. આરોપીએ ટ્રસ્ટના બેંક ખાતામાંથી મળેલી 12,62,998ની રકમ અને ટ્રસ્ટની મિલકતો ભાડે આપવાના બદલામાં મળેલા 22,86,000 મળી કુલ 35,48,998ની રકમનો અંગત ઉપયોગ કરીને ઉચાપત કરાઈ હતી. આ મામલે સચીન પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

