સુરતમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
આરોપી છેલ્લા 1 વર્ષથી ફરાર હતો
પ્રસનજીત રાજુ બંગાળી સુકુકુમાર સાશમલની ધરપકડ
સુરતની ઈચ્છાપોર પોલીસે વલસાડના પારડી પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
આગામી તહેવારોને ધ્યાને લઈ સુરત પોલીસે પેટ્રોલિંગ વધારી દીધુ છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બુટલેગર એવા મુળ પશ્ચિમ બંગાળનો અને હાલ કવાસ ગામ ખાતે રહેતા પ્રસનજીત ઉર્ફે રાજુ બંગાળી સુકુકુમાર સાશમલ ને ઝડપી પાડી તેનો કબ્જો પારડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

