સુરતના અલથાણ વિસ્તારમાં દિવાલ ધરાશાઈ થતા ભાગદોડ
શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાઈ
રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામના કારણે દુર્ઘટના
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાઈ થતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં જુના મકાનો અને દિવાલો પડવાની ઘટનાઓ વચ્ચે સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડન્સીના પાર્કિંગની દીવાલ ધારસાઈ થઈ હતી. રાજ લક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાઈ થઈ હતી. જેને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે પતરાના શેડ અને દીવાલ બંને ધારસાઈ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી.
