Site icon hindtv.in

મહેસાણા ચાંદણકી ગામમાં સંયુક્ત પરિવારની અનોખી પરંપરા .

મહેસાણા ચાંદણકી ગામમાં સંયુક્ત પરિવારની અનોખી પરંપરા .
Spread the love

મહેસાણા ચાંદણકી ગામમાં સંયુક્ત પરિવારની અનોખી પરંપરા .
સમગ્ર ગામમાં કોઈપણ ઘરે ચૂલો સળગતો નથી
આખું ગામ એક જ સામુહિક રસોડે ભોજન લે છે.
‘પીએમ મોદીએ મનકી બાત’માં ચાંદણકી ગામનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ મનકી બાત’માં ચાંદણકી ગામનો ઉલ્લેખ કર્યો છે. બેચરાજીના ચાંદણકી ગામની પરંપરાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પીએમ મોદી એ ‘મનકી બાત’માં જણાવ્યું હતું કે અહીંના લોકો પોતાના ઘરમાં ભોજન નથી બનાવતા. ચાંદણકી ગામમાં શાનદાર કમ્યુનિટી કિચન છે. કમ્યુનિટી કિચનમાં એકસાથે આખા ગામનું ભોજન બને છે. ગામના બધા લોકો એકસાથે બેસીને ભોજન કરે છે.

છેલ્લા 15 વર્ષથી ગામમાં આ પરંપરા ચાલી રહી છે. તેમજ બીમાર વ્યક્તિ માટે ટિફિન સર્વિસ પણ ઉપલબ્ધ છે. ગામમાં સામૂહિક ભોજન લોકોને આનંદ આપે છે. આ પહેલ ગામના લોકોને પરસ્પર જોડે છે. આ પહેલથી પારિવારિક ભાવનાને પ્રોત્સાહન મળે છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ ચાંદણકી ગામ વડીલોની દેખભાળ કરવાની ચિંતામાંથી મુક્ત રહી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી રહ્યું છે. ચાંદણકી ગામના તમામ વૃધ્ધો આજે પણ એક જ રસોડે જમી સમાજને નવી રાહ ચિન્ધી રહયા છે. આ ચાંદણકી ગામના વડીલો માટેની આ અનોખી વ્યવસ્થા દેશ-વિદેશમાં ધંધા-રોજગાર માટે સ્થાઈ થયેલા તેમના જ સંતાનો દ્વારા કરવામાં આવી રહી છે.

આજે પણ ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરી ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે. મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખુરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પિરસવાનું શરૂ થઈ જાય છે. આ સમયે મંદિર પરિસરમાં અનોખુ વાતાવરણ જોવા મળે છે. જેમાં ગામના વડીલો ભોજન જમતા જાય છે અને એક બીજા સાથે સુખ-દુ:ખની વાતો કરતાં જાય છે. આ ભોજન પિરસવાની સેવામાં કેટલાક વડીલો પણ જોડાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version