સુરત પોલીસનું અનોખું સેવા સંકલ્પ, રિવરફ્રન્ટ પર સફાઈ અભિયાન
પોલીસ કમિશનર સહિત 1200 પોલીસકર્મીઓ સફાઈ અભિયાનમાં જોડાયા
કાયદો-વ્યવસ્થા સાથે સ્વચ્છતાનો પણ સુરત પોલીસનો સંકલ્પ
રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશાળ સફાઈ અભિયાન
સુરત પોલીસ દ્વારા અનોખું સેવા સંકલ્પ શરૂ કરાયો છે. કાયદો અને વ્યવસ્થા સાથે હવે સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવાયો હતો. અને સુરત પોલીસ કમિશનર સહિત અંદાજે 1200 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રિવરફ્રન્ટ વિસ્તારમાં વિશાળ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
સુરતમાં પોલીસ દ્વારા મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સેવા સંકલ્પ અભિયાન હેઠળ નાવડી ઓવારાથી રાધાકૃષ્ણ મંદિર સુધી અઢી કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર સહિત અંદાજે 1200 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. રિવરફ્રન્ટ વિસ્તારમાં ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં દૂર કરવામાં આવ્યાં હતા અને સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. સફાઈ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂરી સાધન-સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હતી. પોલીસના સેવા સંકલ્પ સાથે રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

