Site icon hindtv.in

હનુમાન જયંતીના આ અવસરે સુરતમાં શ્રદ્ધાના અનોખા દ્રશ્ય

હનુમાન જયંતીના આ અવસરે સુરતમાં શ્રદ્ધાના અનોખા દ્રશ્ય
Spread the love

હનુમાન જયંતીના આ અવસરે સુરતમાં શ્રદ્ધાના અનોખા દ્રશ્ય
હનુમાન જયંતિ નિમિત્તે સુરતમાં 7000 કિલોનો ઐતિહાસિક લાડુ
અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને ડ્રાયફ્રૂટ્સ

હનુમાન જયંતીના આ અવસરે સુરતમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય જોવા મળ્યા હતાં. તો હનુમાન જયંતિ નિમિત્તે સુરતમાં 7000 કિલોનો ઐતિહાસિક લાડુ આકર્ષકનું કેન્દ્ર બન્યુ હતું.

સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતી નિમિત્તે 7000 કિલોથી વધુ વજનનો મહાકાય લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં પ્રથમવાર આટલો વિશાળ લાડુ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2004થી ભક્તોને પ્રસાદ રૂપે લાડુ આપવાની પરંપરા અહીં શરૂ કરવામાં આવી હતી, જે આજે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે અંદાજે 1500 કિલો શુદ્ધ ઘી, 2000 કિલો બેસન અને મબલખ પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ તૈયાર કરાયેલી ફ્રેમમાં આ લાડુને આકાર આપવામાં આવ્યો હતો. આ મહાકાય લાડુના દર્શન કરવા અને પ્રસાદ મેળવવા માટે વહેલી સવારથી જ સુરત તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં.

Exit mobile version