Site icon hindtv.in

જામનગરમાં કોર્પોરેટર રચના નંદાણીયાનો અનોખો વિરોધ

જામનગરમાં કોર્પોરેટર રચના નંદાણીયાનો અનોખો વિરોધ
Spread the love

જામનગરમાં કોર્પોરેટર રચના નંદાણીયાનો અનોખો વિરોધ
બજેટ સ્પેશ્યલ જનરલ બોર્ડ પહેલા નોંધાવ્યો વિરોધ
જેએમસી માં રાવણ રાજ ચાલતું હોવાનો લગાવ્યો આરોપ

જામનગરના વોર્ડ નંબર-4 ના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા અવાર-નવાર અલગ પ્રકારે મનપા સામે વિરોધ નોંધાવતા હોય છે. ત્યારે આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક પૂર્વે તેમણે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા દસ માથાવાળા રાવણના વેશમાં કોર્પોરેશનના પટાંગણમાં હાજર થયા હતા.

કોર્પોરેટર નંદાણીયાએ આક્ષેપ કર્યો હતો કે, જામનગર મહાનગર પાલિકામાં ‘રામરાજ્ય’ નહીં, પરંતુ ‘રાવણ રાજ્ય’ ચાલી રહ્યું છે. આવી રીતે વિરોધ કરવાનો અમને શોખ નથી થતો પણ પ્રજા પીડાઇ રહી છે એટલે અમારે કરવું પડે છે. રચના નંદાણીયાએ પોતાના ચહેરા પર દસ માથાવાળા રાવણનો મુખવટો ધારણ કર્યો હતો. આ સાથે તેમણે હાથમાં એક પોસ્ટર પણ પકડ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કેટલાક પદાધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો કરતી વિગતો લખેલી હતી. બીજી તરફ જનરલ બોર્ડની બેઠક દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ભાજપ પર 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો બેનર-પોસ્ટર સાથે મહાનગરપાલિકાના પટાંગણમાં એકઠા થયા હતા.

રચના નંદાણીયાએ સ્વચ્છતાને લઇને અધિકારીઓ પર આક્ષેપ કર્યો કે, જામનગર સ્વચ્છતામાં આગળ હતું પણ પાછળ કેમ જતું રહ્યું. પ્રાથમિક સુવિધામાં કામમાં જીરો અને મીંડુ થઇ ગયું છે. અધિકારીઓના કારણે ટેક્ષ ભરતી પબ્લિકને કોઇ સુવિધા નથી મળતી. રચના નંદાણીયા આ નવતર વિરોધ પ્રદર્શનને કારણે મહાનગરપાલિકાના પટાંગણમાં કુતૂહલ સર્જાયું હતું. એકાદ વર્ષ અગાઉ વીજબિલ મામલે કોંગી કોર્પોરેટર રચના નંદાણીયાએ વીજ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. જે બાદ તેમના પર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. વીજબિલ મામલે વીજ કંપનીની કચેરી પર પહોંચી હંગામો કર્યો હતો. લાકડી સાથે રજૂઆત કરવા આવેલાં મહિલા કોર્પોરેટરે અધિકારી સાથે ગેરવર્તન કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સોલર ફિટ કરાવ્યા બાદ વીજબિલ વધુ આવ્યું હોવાની રજૂઆત માટે આવેલાં મહિલા કોર્પોરેટરે વીજ કંપનીના અધિકારી સાથે ગેરવર્તન કર્યું હતું. અધિકારીના ટેબલ પર લાકડી પછાડી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version