સુરત ગ્રામ્ય પોલીસની આજે એક અનોખી પહેલ
ફિટ ઈન્ડિયા’ મૂવમેન્ટને વેગ આપવા અનોખી પહેલ
કામરેજ ગામ સુધી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું
ફિટ ઈન્ડિયા’ મૂવમેન્ટને વેગ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી સુરત ગ્રામ્ય પોલીસે આજે એક અનોખી પહેલ કરી છે. ‘સન્ડે ઓન સાયકલ’ અંતર્ગત આજે કામરેજ ચાર રસ્તા ખાતેથી કામરેજ ગામ સુધી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આયોજિત ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ – સન્ડે ઓન સાયકલ’ રેલીનું સફળતાપૂર્વક સમાપન થયું છે. આ રેલીમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલીનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને પ્રમોટ કરવાનો હતો. ખાસ વાત એ છે કે, આ કાર્યક્રમમાં સુરત ગ્રામ્યના નવા નિયુક્ત એસ.પી. રાજેશ ઘડિયા પોતે સાયકલ ચલાવીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમની સાથે જિલ્લાના તમામ ડિવિઝનના ડીવાયએસપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જોડાયા હતા. આ પ્રસંગે એસ.પી. રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ આ રેલીમાં જોડાઈને ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. આ કાર્યક્રમ માત્ર સ્વાસ્થ્ય જાગૃતિ માટે જ નહીં, પરંતુ પોલીસ અને સમાજ વચ્ચેના સુમેળ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે..

