Site icon hindtv.in

સુરતમાં બીએનઆઈ ગ્રેટર દ્વારા એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ

સુરતમાં બીએનઆઈ ગ્રેટર દ્વારા એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ
Spread the love

સુરતમાં બીએનઆઈ ગ્રેટર દ્વારા એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ
રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ
એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપશે

સુરત બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ (બીએનઆઈ) ગ્રેટર રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.

આ મેગા ઇવેન્ટ તારીખ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ છ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે, જેમાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ-રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલમાં 8 ટીમો અને પિકલ બોલમાં 50 થી 60 ખેલાડીઓ જોડાશે.

આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ 5 થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે. BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે

Exit mobile version