સુરતના વીઆર મોલમાં ગ્લેમર, બ્યુટી અને આર્ટિસ્ટ્રીનો અનોખો મેળાવડો
નાઇકા સાથે આયોજિત કાર્યક્રમમાં કલાનો જાદુ
મેકઅપ આર્ટિસ્ટ અંકિતા ત્રિપાઠીએ પોતાની કલાનો જાદુ રજૂ કર્યો
સુરતના વીઆર મોલમાં ગ્લેમર, બ્યુટી અને આર્ટિસ્ટ્રીનો અનોખો મેળાવડો જોવા મળ્યો, જ્યાં નાઇકા સાથે આયોજિત કાર્યક્રમમાં પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ અંકિતા ત્રિપાઠીએ પોતાની કલાનો જાદુ બખૂબી રજૂ કર્યો હતો.
સુરત શહેરના વીઆર મોલ ખાતે યોજાયેલ આ ભવ્ય બ્યુટી ઇવેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અંકિતા આર્ટિસ્ટ્રી દ્વારા આયોજિત અને નાઇકા સાથેના સહયોગમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતી મેકઅપ કલાકાર અંકિતા ત્રિપાઠીનું લાઇવ ડેમો અને ગ્લેમરસ પ્રેઝન્ટેશન મુખ્ય આકર્ષણ બન્યું હતું. વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતી અંકિતા ત્રિપાઠી ખાસ કરીને ભવ્ય ભારતીય લગ્ન પ્રસંગોમાં પોતાના અનોખા મેકઅપ સ્ટાઇલ માટે જાણીતી છે. તેઓ અત્યાર સુધીમાં 2800થી વધુ વધૂઓને સુંદર બનાવી ચૂકી છે. કાર્યક્રમ માટે લોકોમાં એવો ઉત્સાહ જોવા મળ્યો કે માત્ર એક કલાકમાં જ 150 ટિકિટ સોલ્ડઆઉટ થઈ ગઈ હતી. અંકિતા ત્રિપાઠી, જેમણે દિયા મિર્ઝા, સુષ્મિતા સેન અને મલાઇકા અરોરા જેવી બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે કામ કર્યું છે, તેમણે મેકઅપને માત્ર બ્યુટી નહીં પરંતુ એક આર્ટ તરીકે રજૂ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન તેમણે સ્કિનકેર અને મેકઅપ માટે ખાસ ટીપ્સ પણ શેર કર્યા હતા જેમાં હાઇડ્રેશન, પ્રાઇમરનો ઉપયોગ, લાઇટ અને નેચરલ લુક, તેમજ સ્કિન ટોન મુજબ પ્રોડક્ટ પસંદગી પર ભાર મૂકાયો હતો. સમર સીઝન માટે તેમણે ખાસ સલાહ આપી કે જેલ આધારિત પ્રોડક્ટ્સ, મેટ મેકઅપ અને ઓછા લેયરિંગથી ચહેરો ફ્રેશ અને ઓઇલ-ફ્રી રાખી શકાય છે. આ સમગ્ર ઇવેન્ટ બ્યુટી, સ્ટાઇલ અને પ્રીમિયમ આર્ટિસ્ટ્રીનો એક પરફેક્ટ સંગમ સાબિત થયો હતો.

