Site icon hindtv.in

બાળકોના સ્વાસ્થ્ય માટે મહેસાણાના ડાવોલ ગામનો અનોખો નિર્ણય,

બાળકોના સ્વાસ્થ્ય માટે  મહેસાણાના ડાવોલ ગામનો અનોખો નિર્ણય,
Spread the love

બાળકોના સ્વાસ્થ્ય માટે મહેસાણાના ડાવોલ ગામનો અનોખો નિર્ણય,
ચિપ્સ-કુરકુરેના નાના પડીકા પર પ્રતિબંધ
ચિપ્સથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે

આધુનિક લાઇફસ્ટાઇલને લીધે આપણી ખાન પાનની આદતો પણ બદલાઈ છે. જેમાં જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે. તેમાં પેકેટમાં મળતી ચિપ્સનો પણ સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે, આ ચિપ્સથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે જેને પગલે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામેં અનોખો નિર્ણય લેતા ચિપ્સ-કુરકુરેના નાના પડીકા પર પ્રતિબંધ મુક્યો છે

આજની જીવનશૈલીના કારણે આપણી ખાવાની આદતોમાં ઘણા ફેરફારો આવ્યા છે. હાલમાં લોકો પાસે દર વખતે તાજો ખોરાક બનાવવાનો સમય નથી હોતો. એમાં પણ મુસાફરી કરતી વખતે ખાસ, આપણે પેક્ડ ફૂડ ખાઈએ છીએ, જેમાં બટાકાની ચિપ્સનો પણ સમાવેશ થાય છે. આ ચિપ્સ બાળકોમાં ખૂબ ફેમસ છે. ઘણી વાર બાળકો તેના માટે જીદ પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચિપ્સ આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. પેકેજ્ડ ચિપ્સમાં ઓઇલ, મીઠું અને પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ વધુ માત્રામાં હોય છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને યુવાનો અને બાળકો માટે, આ પેકેજ્ડ ચિપ્સ ઘણી બધી કેલરીનો સ્ત્રોત, જેમ કે ચરબી અને સોડિયમ બની શકે છે. જે વજનમાં વધારો, હાઈ બ્લડ પ્રેશર અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક બનેલા પેકેટ્સ માટે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામેં અનોખો નિર્ણય લેતા ચિપ્સ-કુરકુરેના નાના પડીકા પર પ્રતિબંધ મુક્યો છે

ચિપ્સના કેટલાક પેકેટ પર સ્પષ્ટપણે લખેલું હોય છે કે તેમાં પામ તેલ વપરાયું છે. આ તેલ સસ્તું હોય છે, જેના કારણે તમને 10 થી 20 રૂપિયાની ઓછી કિંમતે ચિપ્સ મળે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. તે હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે. આથી ચિપ્સ ખરીદતી વખતે તેના ઈંગ્રિડિએન્ટ્સ જરૂરથી વાંચો. પેક્ડ ચિપ્સમાં અનેકવાર જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે, જે બાળકો અને પુખ્ત વયના લોકોમાં કુપોષણનું કારણ બની શકે છે. એનાથી પેટ ભરાઈ જાય છે, પરંતુ પોષક તત્વોની ઉણપ પણ રહે છે. આથી સ્વસ્થ જીવન જીવવા માટે ચિપ્સને બદલે તાજા ફળો અને શાકભાજી ખાઓ તે સ્વાસ્થ્ય માટે વધુ સારું રહે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version