Site icon hindtv.in

સુરતમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી

સુરતમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી
Spread the love

સુરતમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી
અજાણ્યા શખ્સે બ્રાન્ડેડ કંપનીના બુટની ચોરી કરી
ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં ચોર થયો કેદ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સે બ્રાન્ડેડ કંપનીના બુટની ચોરી કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના અંગે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સરથાણા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી અંદાજિત રૂ. 7,000 કિંમતના બ્રાન્ડેડ બુટની ચોરી કરવામાં આવી હતી. આ ચોરીની ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. દૃશ્યોમાં એક શખ્સ દુકાનમાં ઘૂસી બુટ ચોરી કરીને નીકળી જતો દેખાઈ રહ્યો છે. પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ અને પકડ માટે તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુકાનદારની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે. આરોપીનું વહેલામાં વહેલ પકડવા માટે ટીમ કાર્યરત છે.

Exit mobile version