સુરત પોલીસ દ્વારા અનોખી અને પર્યાવરણ પ્રેમી પહેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ ગ્રીન મેસેજ
એરોપ્લેન સર્કલથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલ યાત્રા
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સુરત પોલીસ દ્વારા અનોખી અને પર્યાવરણ પ્રેમી પહેલ કરવામાં આવી હતી. સુરત પોલીસના અધિકારીઓએ એરોપ્લેન સર્કલથી ઈન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલ યાત્રા કરી ગ્રીન મેસેજ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ પૂર્વે સુરત પોલીસ માત્ર સુરક્ષા બંદોબસ્તમાં જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે પણ આગળ આવી છે. એરોપ્લેન સર્કલથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી પોલીસ અધિકારીઓ સાયકલ પર રવાના થયા હતા. બંદોબસ્ત દરમિયાન ઈ-બાઈક અને સાયકલનો વધુ ઉપયોગ કરીને ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરત પોલીસની આ પહેલ ગ્રીન અને સ્માર્ટ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ બની છે, જેમાં અધિકારીઓ પોતાના ડ્યુટી પોઈન્ટ સુધી સાયકલ મારફતે પહોંચ્યા હતાં. પીએમના કાર્યક્રમ પહેલા પોલીસનો આ સંદેશ લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યો છે.

