સુરતમાં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ
મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ
પાટોત્સવ 15 ફેબ્રુઆરીથી, ભક્તોંને રુદ્રાક્ષ ફ્રીમાં આપવામાં આવશે

સુરતમાં મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ અને પાટોત્સવ 15 ફેબ્રુઆરીથી, ભક્તોંને રુદ્રાક્ષ ફ્રીમાં આપવામાં આવશે

મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ અને પાટોત્સવ 15 ફેબ્રુઆરીથી, ભક્તોંને રુદ્રાક્ષ ફ્રીમાં આપવામાં આવશે નયા ભટાર, બ્રેડલાઇનર સર્કલ ખાતે મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિર માં બે દિવસીય મહાશિવરાત્રી ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. મંદિરના મહંત, ભરતમુનિ ભારતીયે જણાવ્યું હતું કે આ ઉત્સવ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે મહાશિવરાત્રીનો શુભ અવસર છે. મહાશિવરાત્રી પર ભગવાન શિવ માટે ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે.

પ્રથમ પ્રહર: સાંજે ૫ વાગ્યાથી શિવ અને પાર્વતીની વિશેષ આરતી. બીજો પ્રહર: રાત્રે 9 વાગ્યે શિવ મહિમ્ના સ્તોત્રનું પાઠ અને રુદ્રાભિષેક. ત્રીજો પ્રહર: મધ્યરાત્રિ 12 વાગ્યે વિશેષ વિધિઓ. ચોથો પ્રહર: 16 ફેબ્રુઆરીએ બ્રહ્મ મુહૂર્તમાં પૂજા થશે. ઉત્સવમાં ભાગ લેનારા તમામ ભક્તોને સિદ્ધ રુદ્રાક્ષનું મફત વિતરણ કરવામાં આવશે. ઉત્સવના બીજા દિવસે, 16 ફેબ્રુઆરીએ, પશુપતિનાથ મહાદેવનો પ્રથમ પાટોત્સવ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે મહંતની પૂજ્ય માતાની પ્રથમ પુણ્યતિથિ પણ છે. આ પ્રસંગની યાદમાં, મંદિરના પ્રાંગણમાં જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવશે. સાંજે બધા ભક્તો માટે ભંડારા (મહાપ્રસાદી) યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *