Site icon hindtv.in

‘જનગણના સાથે સાચી જાતિ ગણતરી કરો’વડાપ્રધાને સંસદમાં આપેલું વચન નિભાવે,

'જનગણના સાથે સાચી જાતિ ગણતરી કરો'વડાપ્રધાને સંસદમાં આપેલું વચન નિભાવે,
Spread the love

‘જનગણના સાથે સાચી જાતિ ગણતરી કરો’વડાપ્રધાને સંસદમાં આપેલું વચન નિભાવે,
ઓબીસી અને સુવર્ણ સમાજના આંકડા છુપાવવાનું બંધ કરે – મહેશ રાજપૂત
ઓબીસી સમાજને અન્યાયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ,
રાષ્ટ્રપતિ સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ભાવનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ પ્રત્યે કરવામાં આવતા અન્યાયના વિરોધમાં આજે જનઆક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મીણબત્તી સર્કલથી નીકળી નવી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, ગત પાર્લામેન્ટ સત્ર દરમિયાન દેશમાં વસ્તી ગણતરી (જનગણના)ની સાથે સાથે જાતિગત ગણતરી કાસ્ટ સેન્સસ કરવા અંગે ચર્ચા થઈ હતી. જે તે રાજ્ય, પ્રાંત, જિલ્લા કે શહેરમાં જે જ્ઞાતિની જેટલી વસ્તી હોય તેને તે મુજબ હક અને ભાગીદારી મળે તે હેતુથી 15 દિવસની લડાઈ બાદ વડાપ્રધાને સંસદમાં જનગણના સાથે જાતિ ગણતરી કરાવવાનું વચન આપ્યું હતું. જોકે, વર્તમાન સમયમાં સમગ્ર દેશ માટે જાહેર કરવામાં આવેલા ફોર્મમાં માત્ર SC અને ST સમાજ માટે જ અલગ કોલમ રાખવામાં આવ્યા છે, જેના આંકડા સરકાર પાસે પહેલેથી જ ઉપલબ્ધ છે. સાચી જાતિ ગણના ત્યારે જ શક્ય બને જ્યારે ગુજરાતની 146 થી 147 જેટલી OBC જ્ઞાતિઓ તેમજ સુવર્ણ સમાજના દરેક વર્ગ માટે અલગ જ્ઞાતિ કોડ ફાળવવામાં આવે. અત્યારના ફોર્મમાં માત્ર SC, ST અને ‘અધર’ નો વિકલ્પ આપવામાં આવ્યો છે. ‘અધર’ વિકલ્પ હોવાથી પટેલ, બ્રાહ્મણ, સોની જેવા સુવર્ણ સમાજ કે પછી OBCમાં આવતા ભરવાડ, કારડીયા રાજપૂત, ઠાકોર, મિસ્ત્રી, મોચી સહિતની અનેક જ્ઞાતિઓની સાચી વસ્તી ગણતરી શક્ય બનશે નહીં. ગુજરાતમાં 54 ટકા અને સમગ્ર દેશમાં 52 થી 53 ટકા જેટલી OBC વસ્તી હોવા છતાં ભાજપ સરકાર જાતિગત આંકડા છુપાવીને જ્ઞાતિઓનો હક છીનવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જનગણનાની સાથે યોગ્ય રીતે જાતિ ગણના થાય તે માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા આ ચળવળ ચલાવવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે આજે ભાવનગર ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે આ આવેદનપત્ર પાઠવતી વખતે ગુજરાત OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશભાઈ રાજપૂત, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરો, કોંગ્રેસના તમામ પાંખોના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

Exit mobile version