Site icon hindtv.in

સુરતના વરાછામાં સરકારી અનાજ ભરેલો ટ્રક બેકાબૂ

સુરતના વરાછામાં સરકારી અનાજ ભરેલો ટ્રક બેકાબૂ
Spread the love

સુરતના વરાછામાં સરકારી અનાજ ભરેલો ટ્રક બેકાબૂ
ગોડાઉનની દીવાલ તોડી ટ્રક બહાર નીકળતાં અફરાતફરી મચી

સુરતના વરાછા વિસ્તારમાં સરકારી અનાજ ભરેલો ટ્રક બેકાબૂ બની અનાજ ગોડાઉનની દીવાલ તોડીને ટ્રક બહાર નીકળી જતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અનાજ ગોડાઉનમાં ટ્રક અકસ્માતની ઘટના બની હતી. ડ્રાઈવરની જગ્યાએ એક મજૂર ટ્રક ચલાવી રહ્યો હતો. જોકે ટ્રક ચલાવવાનો અનુભવ ન હોવાના કારણે ટ્રક બેકાબૂ બન્યો અને ગોડાઉનની દીવાલ તોડીને બહાર નીકળી ગયો હતો. ટ્રક દીવાલ તોડીને બહાર આવતાં લોકોમાં અફરાતફરી મચી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

Exit mobile version