માંડવી સીવિલ કોર્ટમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
સીવિલ કોર્ટમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ મનીષ બુદ્ધ ભટ્ટી તેમજ ફેમિલી જજ કે આઈ બગાસાહેબ, વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્મા ના હસ્તે કરવામાં આવ્યું
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિવિલ કોર્ટ માંડવીમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ મનીષ બુદ્ધભટ્ટી તથા ફેમિલી જજ કે .આઈ બગાસાહેબ તથા વકીલ મંડળના પ્રમુખશ્રી પ્રતાપભાઈ શર્મા તથા રજિસ્ટાર શ્રી આર કે પરમાર અને નાજર શ્રી સંદિપ પંચાલ , કોર્ટ સ્ટાફ તથા વકીલ મંડળના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. આવી સાચી પ્રતિકાત્મક ઉજવણી કરવાને બદલે પર્યાવરણને વધુ પ્રદૂષિત થતું અટકાવવા માટે વકીલમિત્રો તથા સ્ટાફ દ્વારા આજરોજ કોર્ટમાં સાયકલ લઈને તથા ટુવિલર ધરાવતા સહકર્મચારીઓ રાઈટ શેરિંગ કરી વાહન પર આવ્યા હતા અને સિવિલ કોર્ટ માંડવીમાં ચિત્રકામ સ્પર્ધા રાખવામાં આવી જેમાં નાના ભૂલકાઓએ ભાગ લીધો અને તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આમ માંડવી કોર્ટ દ્વારા એક સાર્થક અને નક્કર પગલું ભરી પર્યાવરણ બચાવવાનો એક ઉત્કૃષ્ટ અને પ્રેરણા રૂપ સન્દેશ આપી વિશ્વ પર્યાવરણ દિવસે ખરા અર્થમાં સ્થાપક બનાવી ઉજવણી કરવામાં આવ્યું હતું..

