Site icon hindtv.in

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કરૂણ કિસ્સો

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કરૂણ કિસ્સો
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કરૂણ કિસ્સો
સેન્ટિંગનું કામ કરી રહેલા એક મજૂર ઉપર કાટમાળ પડ્યો
ઉપરથી કાટમાળ પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો હોય તેમ સેન્ટિંગનું કામ કરી રહેલા એક મજૂરનું ઉપરથી કાટમાળ પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

સુરતના પાંડેસરાના અંબિકા નગર વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ઉપરથી કાટમાળ તૂટી પડતા સેન્ટિંગનું કામ કરતા મજૂર રંજનભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક રંજનભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા અને ડિંડોલી વિસ્તારમાં પત્ની, બે દીકરીઓ તથા ત્રણ નાના દીકરાઓ સાથે રહેતા હતા. તેમના અચાનક નિધનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારે સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી. હાલ પાંડેસરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version