Site icon hindtv.in

નવસારી જિલ્લાના ધોલાઈ બંદરમાં દુર્ઘટના સર્જાતા ટળી

નવસારી જિલ્લાના ધોલાઈ બંદરમાં દુર્ઘટના સર્જાતા ટળી
Spread the love

નવસારી જિલ્લાના ધોલાઈ બંદરમાં દુર્ઘટના સર્જાતા ટળી
જય માલા બોટમાં વોટર પંપ બંધ થઈ જતા દુર્ઘટના સર્જાતા ટળી
દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા નવ માછીમારોને બચાવી લેવાયા

નવસારી જિલ્લાના ધોલાઈ બંદરથી માછીમારી કરવા ગયેલી જલાલપુર તાલુકાની કૃષ્ણપુર ગામની જય માલા બોટમાં વોટર પંપ બંધ થઈ જતા મોટીજ દુર્ઘટના સર્જાતા ટળી છે. દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા નવ માછીમારોને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી છે અને માછીવારોના જીવ બચ્યા છે. દમણ તટ રક્ષક દળની મહેનતને પગલે નવ જિંદગીઓ બચી ગઈ છે..

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ ધોલાઈ બંદરથી અઢી માઈલ દૂર માછીમારી કરવા જઈ રહેલી જય માલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા વોટર પંપ બંધ થઈ ગયો હતો અને ઇમર્જન્સી કોલ જાહેર કર્યો હતો જેને પગલે મદદ માંગી હતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરતા હેલિકોપ્ટર દ્વારા તમામ નવ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દમણ કોસ્ટકાર્ડ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક જીપીએસ દ્વારા બોટલ લોકેશન જાણી પોસ્ટકાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. બોટ પાણીમાં ગરક થાય એના પહેલા માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે અને મોટી દુર્ઘટના તળતી ધમણ કોસ્ટ ગાર્ડે બચાવી છે. તમામ માછીમારોનો જીવ બચી જતા કૃષ્ણપુર ગામના લોકોએ રાહતના શ્વાસ લીધા છે. અને દમણ કોસ્ટ ગાર્ડનો આભાર પણ માન્યો છે દમણ કોસ્ટ ગાડી દરિયા કિનારા ની સુરક્ષા ની પોતાની જવાબદારી સુપેરે પાર પાડી જીવ બચાવતા માછી મારો એ પણ આભાર માન્યો છે..

Exit mobile version