Site icon hindtv.in

સુરતના અલથાણમાં ટ્રેકટર ચાલકે રિવર્સ લેતા મહિલાને અડફેટે લીધી

સુરતના અલથાણમાં ટ્રેકટર ચાલકે રિવર્સ લેતા મહિલાને અડફેટે લીધી
Spread the love

સુરતના અલથાણમાં ટ્રેકટર ચાલકે રિવર્સ લેતા મહિલાને અડફેટે લીધી
સદનસીબે મહિલાનો બચાવ થયો
જીવ જાત તો મારા બચ્ચા અને પરિવારોને રોવાનો વારો આવતે.

સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ બહાર ટ્રેકટર ચાલકે રિવર્સ લેતા એક મહિલાને અડફેટે લીધી હતી જો કે સદનસીબે મહિલાનો બચાવ થયો હતો.

સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં નિર્માણાધીન કન્સ્ટ્રકશન સાઇટ બહાર ટ્રેક્ટર રિવર્સ લેટી વખતે મહિલા નીચે આવી ગઈ હતી. જો કે સદ નસીબે જીવ નહિ ગયો પણ મહિલાને ઈજા હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને લઈ લોકોમાં ટ્રેક્ટર ચાલક સામે આક્રોશ જોવા મળ્યો હતો. તો મહિલાએ રડતા રડતા જણાવ્યુ હતું  કે જો મારો જીવ જાત તો મારા બચ્ચા અને પરિવારોને રોવાનો વારો આવતે. જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ભાગી છુટ્યો હતો અને કોન્ટ્રાક્ટરે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતાં. હાલ તો મહિલાએ પોલીસ ફરિયાદ કરી શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી હતી.

Exit mobile version