હજીરા ખાતે પાણીની ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનુ મોત
મોતને લઈ પરિવાર પર આભ તુટી પડ્યુ.
બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતના હજીરા ખાતે પાણીની ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનુ મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.
સુરતમાં આકસ્મિક રીતે મોતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરના હજીરા ખાતે પાણીની ટાંકીમાં બાળક પડી જતા મોત નિપજ્યુ હતું. હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો ત્રણ વર્ષ નો દીકરો પાણીની ટાંકીમાં પડી જતા તેને તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જો કે હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ બાળકનુ મોત નિપજ્યુ હોવાનુ ડોક્ટરોએ જાહેર કર્યુ હતું. હાલ તો બાળકના મોતને લઈ પરિવાર પર આભ તુટી પડ્યુ છે. તો બનાવને લઈ હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

