Site icon hindtv.in

સુરતમાં રીઢા ચોર ઝડપાયો

સુરતમાં રીઢા ચોર ઝડપાયો
Spread the love

સુરતમાં રીઢા ચોર ઝડપાયો
સુરત ક્રાઇમ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી
મનિષ ઉર્ફે આઝાદ સુભાષ પાંડેની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરોલી પોલીસ મથકની હદમાં બંધ મકાનનું તાળુ તોડી સોનાના દાગીના અને મોપેડની ચોરી કરી ભાગી છુટેલા રીઢાને ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગત 6 જુલાઈના રોજ અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાંથી રાત્રીના સમયે ઘરનો દરવાજો તોડી ત્યાંથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના અને ઘર નિચે પાર્ક કરેલી મોપેડ એક્ટીવાની ચોરી કરનાર રીઢા ચોર એવા મુળ યુપીનો અને હાલ પાંડેસરા ખાતે રહેતા મનિષ ઉર્ફે આઝાદ સુભાષ પાંડેને ઝડપી પાડી તેની પાસેથી મોપેડ, રોકડ અને દાગીના મળી 1 લાખ 30 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. તો રીઢાએ મોજશોખ માટે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version