વરાછાના સુંદર એપાર્ટમેન્ટમાં સોનાના દાગીનાની ચોરી
પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો
સુરત પોલીસની ટીમે મુંબઈ ખાતે જઈ આરોપીને ઝડપી લીધો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સુંદર એપાર્ટમેન્ટમાં થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી કાડી પોલીસે મુંબઈ ખાતે જઈ ત્યાંથી ચોરને ઝડપી પાડ્યો હતો.
સુરતના વરાછા માતાવાડી પાસે આવેલા સુંદર એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના બની હતી. અંકુર ભલાણી નોકરી પરથી પરત ફર્યા ત્યારે તેમના ઘરના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મુંબઈ ખાતેથી આરોપી અફઝદ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે મુંબઈના કલવા પોલીસ મથકમાં અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ તો આરોપીને સુરત લાવી વરાછા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

