Site icon hindtv.in

માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પશુઓ ભરેલ ટેમ્પો પકડ્યો

માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પશુઓ ભરેલ ટેમ્પો પકડ્યો
Spread the love

માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પશુઓ ભરેલ ટેમ્પો પકડ્યો
પશુઓ ભરેલ બોલેરો પીકઅપ સાથે બે આરોપી ઝડપી પાડ્યા

સુરત જિલ્લાના માંડવી પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ખીચોખીચ પશુઓ ભરેલ બોલેરો પીકઅપ સાથે બે આરોપી ઝડપી પાડ્યા..

માંડવી પોલીસ તંત્રનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે તરસાડા બાર ગામ તરફથી એક બોલેરો પિકઅપ નંબર GJ-22-U-2564 માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરાઈ ધોબણી નાકા તરફથી ઝંખવાવ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી આર.એન.બી. ઓફિસ પાસે ધોબણી નાકા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, થોડી જ વારમાં બાતમીવાળી ગાડી સ્થળ પર પહોંચી હતી, જેને અટકાવી પોલીસ દ્વારા તપાસ કરતા ગાડીમાંથી નંગ- 2 મોટી ભેંસો ક્રૂરતાથભરેલી હાલતમાં મળી આવી હતી. ગાડીના ચાલક મોહમ્મદ શાહ રફીક મુલતાની તથા બાજુમાં બેઠેલા સોયેબ ઈબ્રાહીમ મુલતાનીને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને સધન પૂછપરછ દરમ્યાન પશુ પરિવહન માટે જરૂરી પાસ-પરમીટ બેમાંથી કોઈ પાસે ન હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે માંડવી પોલીસએ બે મોટી ભેંસો કિ.રૂ. 30,000, પિકઅપ ગાડી કિમત 2,00,000 અને એક મોબાઇલ 2,000 મળી કુલ કિ.. 2 ,32,000/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી…

Exit mobile version