Site icon hindtv.in

સુરતના કોઝવેમાં પાણીમાં ડૂબી જતા કિશોરનું મોત

સુરતના કોઝવેમાં પાણીમાં ડૂબી જતા કિશોરનું મોત
Spread the love

સુરતના કોઝવેમાં પાણીમાં ડૂબી જતા કિશોરનું મોત
કિશોરના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ
મિત્રોએ કિશોરને બચાવવાનો પ્રયત્ન કર્યો

સુરતના કોઝવેમાં મિત્રો સાથે ન્હાવા પડેલો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. કિશોરના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરતના ચોકબજાર ફૂલવાડી ભરીમાતા રોડ ઉપર પરિવાર સાથે રેહતો દીલક્ક્ષ નસીમ અખ્તર અંસારી પોતાના મિત્રો સાથે કોઝવે પાસે ન્હાવા ગયો હતો. ત્યારે અચાનક પાણીમાં તે ડૂબવા લાગ્યો હતો. દીલક્ક્ષને ડૂબતો જોઈ સાથે રહેલા મિત્રોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ના હતા અને દીલક્ક્ષનું પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હતું. દીલક્ક્ષના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસે લાસને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે , મૃતક દીલક્ક્ષ ધોરણ ૬ માં અભ્યાસ કરતો હતો. દીલક્ક્ષના પિતા એસએમસીમાં કોન્ટ્રકટ બેઝમાં કચરાની ગાડી ડ્રાઈવિંગનું કામ છે છે. પરિવારમાં બે ભાઈ એક બહેન અને માતા – પિતા સાથે દીલક્ક્ષ રેહતો હતો.

Exit mobile version