Site icon hindtv.in

સુરતમાં 9 માં માળેથી નીચે પટકાતા કિશોરનું મોત

સુરતમાં 9 માં માળેથી નીચે પટકાતા કિશોરનું મોત
Spread the love

સુરતમાં 9 માં માળેથી નીચે પટકાતા કિશોરનું મોત
બાળ મજૂરી કરતી વખતે નીચે પડકાતાં મોતનો આક્ષેપ
ગૌરવ પથ રોડ પર સાઈટમાં સેફટી વગર બાળ મજૂરી

સુરતના પાલ પોલીસ મથકની હદમાં ગૌરવ પથ રોડ પર નવમા માળેથી પટકાયેલા 15 વર્ષિય કિશોરનુ મોત થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં બાંધકામ સાઈડે મજુરોની સુરક્ષા ન હોવાના અનેક આક્ષેપો થયા છે ત્યારે પાલ ગૌરવપથ રોડ પર એક બાંધકામ સાઈડેથી કિશોર પટકાયો હતો. પાલ ગૌરવ પથ રોડ પર ચાલી રહેલ બાંધકામ સાઈડે નવમા માળેથી 15 વર્ષિય કિશોર પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈ તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો બનાવની જાણ થતા પાલ પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version