Site icon hindtv.in

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના વસેલું પોલીસની હદમાં દરોડા

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના વસેલું પોલીસની હદમાં દરોડા
Spread the love

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના વસેલું પોલીસની હદમાં દરોડા
ડાયમંડ આવાસમાં દરોડ પાડી વિદેશી દારૂ પકડ્યો
દારૂની 40 થી વધુ પેટીઓ સાથે બુટલેગર સહિત બેને ઝડપ્યા

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેસુ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ડાયમંડ આવાસમાં દરોડ પાડી વિદેશી દારૂની 40 થી વધુ પેટીઓ સાથે બુટલેગર સહિત બેને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પીઆઈ એમડી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુરતના વેસુ પોલીસ મથક વિસ્તારમાં આવેલાડાયમંડ આવાસમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી 40થી વધુ પેટી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં મુખ્ય આરોપી બુટલેગર રાહુલ સહિત કુલ બે આરોપીઓની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધરપકડ કરી હતી. હાલ તો વેસુ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની કાર્યવાહીને લઈ બુટલેગરો સાથે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Exit mobile version