Site icon hindtv.in

સુરત રેલ્વે પોલીસની ટીમે ચોરાયેલા વાહનો કબ્જે લીધા

સુરત રેલ્વે પોલીસની ટીમે ચોરાયેલા વાહનો કબ્જે લીધા
Spread the love

સુરત રેલ્વે પોલીસની ટીમે ચોરાયેલા વાહનો કબ્જે લીધા
રીઢા વાહન ચોરોને ઝડપી પાડી ચોરાયેલા વાહનો કબ્જે લીધા
રેલ્વે અને મહિધરપુરાના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા

સુરત રેલ્વે પોલીસની ટીમે બાતમીના આધારે રીઢા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલા વાહનો કબ્જે લઈ રેલ્વે અને મહિધરપુરાના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત રેલ્વે પોલીસની સર્વેલન્સ ટીમે કાર્યક્ષમ કામગીરી કરતા ત્રણ રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બર્ગમેન મોપેડ અને કેટીએમ બાઈક ચોરીના કેસમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્સલ ઓફિસ નજીકથી બર્ગમેન મોપેડની ચોરી કરવામાં આવી હતી. આ સાથે જ સુરત રેલ્વે અને મહિધરપુરા પોલીસ સ્ટેશનના બે અનડિટેક્ટ ગુનાઓનો પણ ભેદ ઉકેલવામાં આવ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને તેમની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 2.55 લાખની કિંમતની બે મોટર સાયકલ જપ્ત કરવામાં આવી છે. તો ચોરી કરેલી બાઇકો સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં અન્ય ગુનાઓ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version