સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો
સિંગણપોર બ્લ્યુબેલ જવેલ્સ અને મહિધરપુરામાં ચોરી
બે રીઢાઓને યુપીના જૌનપુરથી ઝડપી પાડ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સિંગણપોર બ્લ્યુબેલ જવેલ્સ અને મહિધરપુરામાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી બે રીઢાઓને યુપીના જૌનપુરથી ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલા આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે મોબાઈલ ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે સિંગણપોર વિસ્તારમાં આવેલી બ્લ્યુબેલ જવેલ્સ અને મહિધરપુરામાં આવેલી ઓફિસોમાં ત્રાટકી લાખોની મત્તા ચોરી જનાર આંતર રાજ્ય ગેંગના બે સથીદારો કિશન કમલાશંકરદુબે અને સુનીલ સંતોષ સાહુને ઉત્તર પ્રદેશના જોનપુરથી દબોચી લીધી છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ અને વાહન મળી કુલ 11.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
