સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ડુપ્લીકેટ નોટ પકડી
વરાછા વિસ્તારમાંથી લાખોની ડુપ્લીકેટ નોટો સાથે એકને ઝડપ્યો
બનાવટી ચલણી નોટો સાથે પરેશ પુનાભાઈ હડીયાને ઝડપી પાડ્યો
સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વરાછા વિસ્તારમાંથી લાખોની ડુપ્લીકેટ નોટો સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા દેશના અર્થતંત્રને ખોખલુ કરવા બનાવટી ભારતીય ચલણી નોટ લાવી સુરતના માર્કેટમાં ફરતી કરતા ઈસમોને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ એ.એસ. સોનારાની ટીમના એએસઆઈ અમ્તીયાઝ તથા અહેકો જગશીને મળેલી બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી નકલી બનાવટી ચલણી નોટો સાથે પરેશ પુનાભાઈ હડીયાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી 5 લાખ 500ની નકલી નોટો મળી આવતા તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

