મોડાસાના ટીંટોઇ ગામે શંકાસ્પદ યુવક ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

મોડાસાના ટીંટોઇ ગામે શંકાસ્પદ યુવક ઝડપાયો
નાની દીકરીઓ સામે ખોટા ઈશારા કરતા શખ્સને લોકોએ ઝડપ્યો
શંકાસ્પદ શખ્સને લોકોએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો
ટીંટોઇ પોલીસે શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી

મોડાસાના ટીંટોઇ ગામે એક શંકાસ્પદ યુવકને ગ્રામજનોએ ઝડપી પોલીસને સોંપ્યો છે. ગત રાત્રે ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં આ 25 વર્ષીય યુવક નાની દીકરીઓને બોલાવી ખરાબ ઈશારા કરતો હતો.

આ બાબતની જાણ ગામના યુવકોને થતાં તેમણે યુવકની પૂછપરછ શરૂ કરી હતી. સંતોષકારક જવાબ ન મળતા ગ્રામજનોએ તેને મેથીપાક ચખાડ્યો અને પોલીસને જાણ કરી હતી.પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવક ઉત્તરપ્રદેશનો હોવાનું બહાર આવ્યું છે. તેની થેલીમાંથી નમકીનના ખાલી રેપર અને ચોકલેટ જેવી વસ્તુઓ મળી આવી છે. પોલીસ હવે વધુ તપાસ ચલાવી રહી છે. આ યુવક ક્યાંથી આવ્યો અને શું કરે છે તેઅંગે પોલીસની વધુ તપાસ બાદ જ માહિતી મળી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *