Site icon hindtv.in

સુરતના સારોલી કુંભારીયા ગામ ખાતે અચાનક આગ ફાટી

સુરતના સારોલી કુંભારીયા ગામ ખાતે અચાનક આગ ફાટી
Spread the love

સુરતના સારોલી કુંભારીયા ગામ ખાતે અચાનક આગ ફાટી
સારથી કોમ્પ્લેક્સની ઓયો હોટલમાં અચાનક આગ ફાટી
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો

સુરતના સારોલી કુંભારીયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સની ઓયો હોટલમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચોથા માળે આવેલા રૂમમાં લાગેલી આગ બાદ આખી હોટલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સુરતના સારોલી કુંભારીયા ગામ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સની ચોથા માળે આવેલી ઓયો હોટલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોટલમાં કુલ 19 રૂમ આવેલા છે, જેમાંથી 104 નંબરના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હોટલમાં યોગ્ય વેન્ટિલેશન ન હોવાથી થોડા જ સમયમાં આખી હોટલ ધુમાડાથી છવાઈ ગઈ હતી. ગાદલા અને લાકડાના ફર્નિચરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના સમયે હોટલમાં રહેલા ત્રણ જેટલા લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો અને સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ચાર ફાયર સ્ટેશનની આઠથી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ચોથા માળે આગ લાગતા રેસ્ક્યુ કામગીરી માટે ત્રણ ટેબલ લેડર પણ મંગાવવામાં આવ્યા હતા. ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ્યા હતા. હોટલના કાચ તોડી ધુમાડો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે અંદાજે એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં રૂમમાં રહેલું વાયરિંગ, ફર્નિચર અને અન્ય સામાન સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી.

Exit mobile version