સુરતના કાપોદ્રામાં ગાયત્રી રેફ્રિજરેશનની દુકાનમાં અચાનક આગ
આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક દોડી આવી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગાયત્રી રેફ્રિજરેશનની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતુ થઈ ગયુ હતું.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે કાપોદ્રા ખાતે આવેલ ગાયત્રી રેફ્રિજરેશનની દુકાનમાં લાગતા ભાગદોડ મચી ગઈ હતી. તો ફાયરને આગની જાણ થતાં અલગ-અલગ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ગાયત્રી રેફ્રિજરેશનની દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

