Site icon hindtv.in

નવસારીમાં એએમસી દ્વારા સફળ ટ્રેપ

નવસારીમાં એએમસી દ્વારા સફળ ટ્રેપ
Spread the love

નવસારીમાં એએમસી દ્વારા સફળ ટ્રેપ
સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ પર સકંજો કસવામાં આવ્યો
તલાટી મલેશભાઇ ધરમશીભાઇ દેસાઇના કહેવાથી વચેટીયાએ લાંચ લીધી

નવસારીમાં એએમસીદ્વારા આજે જિલ્લાના ચિખલી ખાતે એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ પર સકંજો કસવામાં આવ્યો

નવસારી જિલ્લાના ચિખલી ખાતે જમીનમાંથી માટી કાઢવા માટેની NOC અને નકશો આપવાના બહાને ₹૪૦,૦૦૦ની લાંચ લેતા તલાટી અને તેના સાથીદાર પ્રજાજનને ઝડપી પાડવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાંથી માટી કઢાવી અન્ય જગ્યાએ લઈ જવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં NOC મેળવવા માટે અરજી કરી હતી. NOC, નકશો તેમજ પેઢીનામું કરી આપવાના બદલામાં તલાટી કમ મંત્રી કમલેશભાઈ દેસાઈએ ₹૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે તાત્કાલિક ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ ACB દ્વારા ચિખલી ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું અને ટ્રેપ દરમિયાન તલાટી મલેશભાઇ ધરમશીભાઇ દેસાઇના કહેવાથી વચેટીયા ગોકુળભાઈ પટેલે ફરિયાદી પાસેથી ૪૦,૦૦૦ની સ્વીકરતા રંગે હાથ ઝડપાયો

Exit mobile version