Site icon hindtv.in

સુરતના રઘુકુલ માર્કેટમાં એક અજબ ગજબ બનાવ

સુરતના રઘુકુલ માર્કેટમાં એક અજબ ગજબ બનાવ
Spread the love

સુરતના રઘુકુલ માર્કેટમાં એક અજબ ગજબ બનાવ
નાની બાબતે પણ હિંસક વલણ જોવા મળ્યું
માર્કેટ વિસ્તારમાં દાદાગીરી વધતી હોવાના આક્ષેપો

સુરતના રઘુકુલ માર્કેટમાં એક અજબ ગજબ બનાવ સામે આવ્યો છે, જ્યાં નાની બાબતે પણ હિંસક વલણ જોવા મળ્યું છે. માર્કેટ વિસ્તારમાં દાદાગીરી વધતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

સુરતના રીંગરોડ ખાતે આવેલ રઘુકુલ માર્કેટમાં એક માર્કેટ એજન્ટ પોતાનું કામ પૂર્ણ કરી નીચે આવી રહ્યો હતો ત્યારે તેણે નાક છીંક્યું. આ નાની બાબતે જ પાર્સલ ઉઠાવનાર વ્યક્તિ ગુસ્સે ભરાઈ ગયો અને એજન્ટ પર હુમલો કર્યો હતો. આ ઘટનાએ માર્કેટમાં ચકચાર મચાવી દીધી છે અને પાર્સલ ઉઠાવનારાઓની દાદાગીરીથી વેપારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ વેપારીઓએ સુરક્ષા વધારવાની માંગ કરી છે.

Exit mobile version