Site icon hindtv.in

સુરતના પાલનપુર જકાતનાકા પાસે બિલ્ડીંગમાં દાદર તુટી પડ્યો

સુરતના પાલનપુર જકાતનાકા પાસે બિલ્ડીંગમાં દાદર તુટી પડ્યો
Spread the love

સુરતના પાલનપુર જકાતનાકા પાસે બિલ્ડીંગમાં દાદર તુટી પડ્યો
સરસ્વતી પાર્ક ટાઉનશીપની ત્રણ માળની બિલ્ડીંગમાં દાદર તૂટ્યો
ફાયરે બિલ્ડીંગમાં 19 લોકોનુ રેસ્ક્યુ કર્યુ હતું.

સુરતના પાલનપુર જકાતનાકા પાસે સરસ્વતી પાર્ક ટાઉનશીપની ત્રણ માળની બિલ્ડીંગમાં દાદર તુટી પડી હતી. જેને લઈ ફાયરે બિલ્ડીંગમાં 19 લોકોનુ રેસ્ક્યુ કર્યુ હતું.

સુરતના પાલનપુર જકાતનાકા પાસે આવેલ સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડીંગ  આવેલી છે. જે બિલ્ડીંગની દાદર અચાનક તુટી પડી હતી. તો બિલ્ડીંગમાં 19 જેટલા લોકો હોય જેને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. અને રેસ્ક્યુની કામગીરી કરી ફાયરના જવાનોએ 19 લોકોને બહાર કઢાયા હતાં. તો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Exit mobile version