Site icon hindtv.in

સુરતના સૈફી સોસાટીમાં એક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો

સુરતના સૈફી સોસાટીમાં એક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
Spread the love

સુરતના સૈફી સોસાટીમાં એક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
ક્ષાબંધનને લઈ યોજાયેલા આધ્યાત્મિક કાર્યક્રમમાં લોકો ઉમટી પડ્યા

સુરતના વરાછા ખાતે આવેલ સૈફી સોસાયીટમાં બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનને લઈ યોજાયેલા આધ્યાત્મિક કાર્યક્રમમાં લોકો ઉમટી પડ્યા હતાં.

સદીઓથી ચાલી આવતા ઉત્સવો અને તહેવારો આપણા સનાતન મુલ્યો અને માનવીય સંબંધોને ધબકતા રાખે છે ત્યારે આવનાર રક્ષા બંધન પર્વ માત્ર ભાઈ બહેનના નિર્મળ પ્રેમ પ્રતિક રૂપ તહેવાર જ નથી પરંતુ આ પરંપરા સંસારના સમસ્ત જીવોને નિઃસ્વાર્થ પ્રેમ આધારિત સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત આપે છે. સમગ્ર સંસાર અત્યારે ભય, ચિંતા, હતાશાના વાદળોથી ઘેરાયેલો છે, ત્યારે માત્ર નિર્મળ સ્નેહ જ માનવ ચેતનાના બુઝાઈ રહેલા જીવનદીપમાં નવા પ્રાણ પુરી શકે છે ત્યારે બ્રહ્મકુમારીઝ વિદ્યાલય દ્વારા વરાછા લંબેહનુમાન રોડ પર આવેલ સૈફી સોસાટીમાં રભાબંધનના પાવન પર્વ નિમિત્તે એક આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકે જોડાયા હતાં.

Exit mobile version