Site icon hindtv.in

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો
Spread the love

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો
સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ
યશવી ફાઉન્ડેશન દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની મુલાકાત લેવાઈ
ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવાઈ

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત તેમજ સંબંધિત ટ્રસ્ટીઓની મુલાકાત લેવામાં આવી હતી. સાથે જ થેલેસેમિયા મેજર દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવામાં આવી હતી.

સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026 અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રક્તદાન અને થેલેસેમિયા દર્દીઓ માટે કરવામાં આવતી સેવાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સુરત તથા સુરતના સેવાકીય ટ્રસ્ટ સાથે જોડાયેલા આગેવાનો અને ટ્રસ્ટીઓની મુલાકાત લેવામાં આવી હતી. યશવી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન થેલેસેમિયા મેજર દર્દીઓ સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી. દર્દીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. રક્તદાન થકી થેલેસેમિયા સહિતના દર્દીઓને નિયમિત રક્તની જરૂરિયાત પૂરી કરવામાં મહત્વની મદદ મળી રહે છે, ત્યારે રક્તદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં સેવાભાવ, રક્તદાન અને જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે લોકોને જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને સેવાભાવી આગેવાનોએ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓને સતત આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.રક્તદાન મહાદાન છે આ સંદેશ સાથે યોજાયેલી આ મુલાકાત અને કાર્યક્રમ સમાજમાં માનવસેવા તથા રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહ્યો હતો.

Exit mobile version