સુરતમાં આનંદ ઓન્કો કેર દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન
કેન્સર સામે જંગ જીતનારા લોકોના સાહસને બિરદાવાયા
કેન્સર સર્વાઈવર્સના જીવન પ્રત્યેના સંકલ્પને સન્માન
સુરતમાં કેન્સર સામે જંગ જીતનારા લોકોના સાહસ અને જીવન પ્રત્યેના સંકલ્પને બિરદાવવા આનંદ ઓન્કો કેર દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. સમયસર નિદાન અને નિયમિત સારવારના મહત્વ અંગે જાગૃત્તિ ફેલાવવાની સાથે નવી હોસ્પિટલ અંગે પણ જાહેરાત કરાઈ હતી.
સુરતના અલથાણ ભાટાર ખાતે યોજાયેલા 10 ઓક્ટોબરના રોજ યોજાયેલ કેન્સર વોરિયર્સ ગેટ ટુ ગેધરમાં કેન્સર સર્વાઇવર્સ, દર્દીઓ અને તેમના પરિવારો અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કેન્સર સામે લડવાની હિંમત, સમયસર નિદાન અને નિયમિત સારવારના મહત્વ અંગે જાગૃતિ ફેલાવાઈ હતી. સાથે જ હોસ્પિટલ અંગે પણ જાહેરાત કરાઈ હતી. કેન્સરનું નિદાન વ્યક્તિ અને તેના પરિવાર માટે અનેક પડકારો લઈને આવે છે. જોકે, તબીબી વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે કેન્સરના અનેક પ્રકારોમાં સારવારની શક્યતાઓ વધી છે. સમયસર નિદાન, યોગ્ય સારવાર અને નિયમિત તબીબી અનુસરણ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં કેન્સર સર્વાઇવર્સના સંઘર્ષ અને તેમની જીવનયાત્રાને બિરદાવાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર સામેની લડાઈમાંથી પસાર થયેલા લોકોની હિંમત અને સંકલ્પને બિરદાવવાનો હતો. સાથે જ સારવાર દરમિયાન પરિવારજનો અને સંભાળ રાખનારાઓના સહયોગનું મહત્વ પણ ઉજાગર કરાયું હતું. કેન્સર અંગેની જાગૃતિ વધારવા અને સમયસર તબીબી સલાહ લેવાની જરૂરિયાત વિશે લોકોને માહિતગાર કરાયાં હતાં.

