કોંગ્રેસના નવ નિર્માણ અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભા યોજાઈ
ભટારની કાપડીયા વાડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા
2027 વિધાનસભા ચૂંટણીમાં જીત માટે સંગઠન મજબૂત બનાવવાનો સંકલ્પ
ગુજરાતમાં કારમી હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ દ્વારા નવ નિર્માણ અભિયાનની દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભાનુ આયોજન કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહ્યા હતાં.
ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દુર રહેલી અને હવે તો ન જેવી થઈ ગયેલી કોંગ્રેસ દ્વારા નવ નિર્માણ અભિયાનની દક્ષિણ ગુજરાત કાર્યકર પરામર્શ સભાનું આયોજન ભટાર ખાતે આવેલ કાપડીયા વાડી ખાતે કરાયુ હતું. જેમાં આઈએઈસીસીના મેમ્બર ગૌરવ પંડ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ (બાપુ), ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમાં, પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણસિંહ વણોલ હાજર રહ્યા હતાં. અને 2027 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય કેવી રીતે મેળવી શકે એ પરામર્શ સાથે આવો મળીએ અને રાહુલજીનું 2027 ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનવાનું સ્વપ્ન સાકાર કરીએ તેમ કહ્યુ હતું.

