Site icon hindtv.in

જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીનું સરપંચો સામે આકરું વલણ !

જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીનું સરપંચો સામે આકરું વલણ !
Spread the love

જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીનું સરપંચો સામે આકરું વલણ !
ગ્રામ પંચાયતનો ડેડ સ્ટોકનો માલસામાન હસ્તાંતરણ કરવા આદેશ.
પાંચ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ

જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોનો ડેડ સ્ટોક જમા કરાવવા માટે આદેશ કર્યો છે. ગ્રામ પંચાયતના પૂર્વ અને હાલના સરપંચોને ડેડ સ્ટોક જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો.

જૂનાગઢમાં જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને ગ્રામ પંચાયતોનો ડેડ સ્ટોક અને માલ સામાન હસ્તાંતર કરવા સૂચના અપાઈ છે. તે ઉપરાંત પાંચ દિવસમાં આ મુદ્દે તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને આકરુ પગલું ભરતાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના પૂર્વ અને હાલના સરપંચોને ડેડ સ્ટોક અને માલ સામાન જમા કરાવવા આદેશ કર્યો છે. તેમણે સરપંચોને ફરમાન કર્યું હતું કે, તેઓ તાત્કાલિક આ સ્ટોક જમા કરાવે. તે ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પણ ડેડ સ્ટોક અને માલ સામાન હસ્તાંતર કરવા આદેશ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પહેલા જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સામે મન ફાવે તેમ વર્તન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે સરપંચો અને તલાટીઓએ આગામી 16 એપ્રિલે આવેદન પાઠવવાનો કાર્યક્રમ પણ આયોજિત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારીના આ આદેશ મુજબ જે ગ્રામ પંચાયતના સરપંચે આ ડેડ સ્ટોક જમા નહીં કરાવ્યો હોય તેમની સામે કાર્યવાહી થવાની શક્યતાઓ છે. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને ડેડ સ્ટોક અને માલસામાન હસ્તાંતર કરવા આદેશ કર્યો હતો અને પાંચ દિવસમાં સમગ્ર મુદ્દે તપાસ અહેવાલ રજૂ કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીના આ પ્રકારના ફરમાનથી સરપંચોમાં અનેક સવાલો ઉભા થયાં છે. હવે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે આવનારો સમય જ બતાવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version