વેરાવળમાં થયેલા ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો
સાઈલેન્ટ કિલક શ્યામ ચૌહાણે વધુ બે હત્યા કરી હોવાનું સામે આવ્યું
આરોપી શ્યામ ચૌહાણે એનેસ્થેસિયા અને મોરફીન આપીને કરી હતી હત્યા
ગીર સોમનાથના વેરાવળમાં ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા કમ્પાઉન્ડર શ્યામ ચૌહાણની પોલીસે તેના પાડોશી ભાવનાબેનની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. લોહીની તપાસ કરાવવાના બહાને, આરોપીએ મહિલાને એનેસ્થેટિકનો ઓવરડોઝ આપીને હત્યા કરી હતી અને તેના દાગીના ચોરી લીધા હતા. તેણે ચાર મહિના પહેલા તેના મિત્રની હત્યા કર્યાની પણ કબૂલાત કરી હતી
ગીર સોમનાથના વેરાવળમાં એક ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા 24 વર્ષીય શ્યામ ચૌહાણ નામના આરોપીએ બે હત્યા કરીને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. શ્યામ ચૌહાણે પોતાની પડોશમાં રહેતા ચાંડેગરા પરિવારના ભાવનાબેન ચાંડેગરાને વિશ્વાસમાં લઈને સસ્તામાં થેલેસેમિયા ટેસ્ટ કરી આપવાની લાલચ આપી હતી, જેથી તે તેમનું બ્લડ સેમ્પલ લેવા માટે 11 નવેમ્બર 2025ના તેના ઘરે પહોંચ્યો હતો. ભાવનાબેનના ઘરે પહોંચેલા શ્યામે બ્લડ તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને પછી તેમને એનેસ્થેસિયા આપીને બેભાન કરી દીધા હતા, ત્યાર બાદ ત્યાર પછી તેમને શ્વાસ લેવાની તકલીફ ઊભી થયા પછી મોતને ભેટ્યા હતા. શ્યામ ભાવનાબેનના શરીર પરથી ઘરેણા ઉતારીને ફરાર થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીની સામે ડબલ મર્ડર કરવાનો કેસ નોંધ્યો છે, જ્યારે તેની પાછળ હજુ કોઈ ગુનેગારનો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ તપાસમાં શ્યામ ચૌહાણે કબૂલ કર્યું કે તે દારૂ જેવા નશા તથા મોજ-મસ્તીનો શોખીન હતો. આવક ઓછી હોવાને કારણે તેને પૈસાની તંગી રહેતી હતી, જેથી તે ચોરી અને હત્યા જેવી ગુનાખોરીના રસ્તે ધકેલાયો હતો. ભાવનાબેનની હત્યાના ચાર મહિના પહેલા શ્યામે પોતાના એક મિત્રને મોર્ફિનની ગોળીઓ ખવડાવીને તેની હત્યા કરી હતી. પોલીસે આ તમામ હત્યાઓને આયોજનપૂર્વકનું કાવતરૂં ગણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શરુઆતથી આ કેસ શંકાસ્પદ જણાતો હતો. આરોપી મહિલાને સારી રીતે જાણતો હતો અને રિપોર્ટ બનાવવાના નામે ઘરે ગયો હતો. તપાસમાં મહિલાની હત્યા યોજનાબદ્ધ તરીકે કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીની સામે ડબલ મર્ડર કરવાનો કેસ નોંધ્યો છે, જ્યારે તેની પાછળ હજુ કોઈ ગુનેગારનો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
