Site icon hindtv.in

રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના.

રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના.
Spread the love

રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના.
એનએસયુઆઈના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન.
વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના બાદ એનએસયુઆઈ મેદાને.
સ્કૂલના પ્રિન્સિપાલએ કહ્યું વાલી દ્વારા કરાયેલા આક્ષેપ તદ્દન ખોટા છે.

રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનાં મિત્તલબેન નામનાં શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે. તો સ્કૂલે પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે. 19 એપ્રિલએ NSUI દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં NSUIએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર મામલો ઉગ્ર બને એ પહેલાં જ હાજર પોલીસે ત્રણ કાર્યકરની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી

રાજકોટ શહેરમાં સમગ્ર શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતાં બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતાં માતાને જાણ થઈ હતી. એ બાદ બાળકીને ખાનગી અને બાદમાં જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલનાં શિક્ષિકા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જ્યારે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરિયાએ જણાવ્યું હતું કે વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે. આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી. અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે, એમાં પણ આવું કશું થયું હોય એવું અમારા ધ્યાન પર આવ્યું નથી. અમારાં મહિલા શિક્ષક મિત્તલબેન પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એ આક્ષેપ ખોટા છે. ચાર વર્ષથી આ શિક્ષિકા અમારી સ્કૂલમાં છે. તેઓ બધાં બાળકોને તેમના સંતાનની જેમ જ રાખે છે. શિક્ષિક પર ખોટા આક્ષેપ ન કરવા જોઈએ.

Exit mobile version