સુરત કાપોદ્રામાં સાત વર્ષના ફરાર આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે કાપોદ્રામાંથી આરોપી ઝડપી લીધો
વાહન ચોરીના ફરાર આરોપી કાપોદ્રામાં ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાપોદ્રામાં વાહન ચોરીના ગુનામાં સાત વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં શાંતી જળવાઈ રહે અને અસામાજિક તત્વો કોઈ ગુનાખોરીને અંજામ ન આપે તે માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં સાત વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા મુળ યુપીનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા રીઢા વાહન ચોર કલીમ ઉર્ફે કલીમકુરેશી સફી ખાનને પાનોલીમાંથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

